ગાભણ ગાય/ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું ?
1. ગાભણ પશુને અલગ વાડામાં રાખવું.
2. ભોયતળિયું લપસી પડાય તેવું સપાટ રાખવું નહી.
3. બીમાર કે તરવાઈ ગયેલ પશુને અન્ય પશુઓથી અલગ રાખવા.
4. ગાભણ પશુઓને ચરવા માટે લાંબા અંતરે મોકલવા નહી.
5. ૨૪ કલાક પુરતું સ્વચ્છ પાણી મળી રહે એવી ગોઠવણ કરાવી.
6. તાપ – ઠંડી વરસાદ થી રક્ષણ મળી રહે તેવી કોઢમાં રાખવા.
7. વિયાણના બે મહિના પહેલા વસુકાવવા.
8. ઘઉં/ડાંગરના પરાળની સારી પથારી પૂરી પાડવી.
ભેંસ