ભેંસોમાં કૃત્રિમ બીજદાન ની સફળતા ઓછી શા માટે છે ?
જવાબ: ભેંસોમાં ઋતુકાળના લક્ષણો બહુ ઓછા હોય છે અને ખાસ કરીને તે વહેલી સવારે અને મોડી સાંજે લક્ષણો બતાવે છે માટે ઘણી વખત ખેડૂત તેને ઓળખી શકતો નથી. માટે કૃત્રિમ બીજદાન યોગ્ય સમયે થતું નથી. પશુ જ્યારે પ્રાસવો મુકે તેના ત્રણ દિવસ પછી ગરમીમાં આવતું હોય છે પણ ખેડૂત ઘણી વખત વહેલું બીજદાન કરાવે છે માટે પણ સફળતા ઓછી મળે છે. જ્યારે ભેંસોમાં લાળીનું પ્રમાણ ગાયો કરતા ઓછું હોય છે જેનાથી શુક્રાણું વાહન તથા સફળતામાં ઘટાડો થાય છે.
ભેંસ