સંવર્ધન માટેના સાંઢ/પાડા કયા કયા પ્રકારના લક્ષણો ધરાવતા હોવા જોઈએ ?

જવાબ: 1. તે શુદ્ધ ઓલાદના બધા ગુણ ધરાવતો હોવો જોઈએ.
2. તેનામાં દેખાતી કોઈ ખોડખાંપણ ન હોવી જોઈએ.
3. તેની ચામડી પાતળી, ખુંધ વિકસેલી ધેરા રંગની હોવી જોઈએ.
4. તેની વૃષણ કોથળી વધુ પડતી લટકતી ન હોવી જોઈએ.
5. તે બ્રુસેલોસીસ રોગમુક્ત હોવો જોઈએ.
6. તેના બંને વૃષણના કદમાં મોટો ફેરફાર ના હોવો જોઈએ.
7. પ્રવર્તમાન ચેપી રોગો સામે રસી મુકાવવામાં આવેલ હોવી જોઈએ.
8. પુખ્ત ઉંમર પહેલાં તેનો કુદરતી સેવામાં ઉપયોગ કરવામાં આવતો ના હોવો જોઈએ.
9. તેની પાસેથી વાર્ષિક ૧૦૦થી વધુ સેવાઓ લેવી જોઈએ નહી.

ભેંસ