આજકાલ આઉનો સોજો પશુપાલકો માટે એક મોટી સમસ્યા થયો છે તો આ કેવી રીતે થાય અને તેને કેવી રીતે આટકાવી શકાય છે.

આ રોગને અમે મસ્ટાઈટીસ કહીયે છે. આ રોગ અનેક કારણોથી થાય છે. જેવા કે જીવાણુ, વિષાણુ, ફૂગ વગેરે પરંતુ મોટાભાગે જીવાણુથી થતો હોય છે. જીવાણુમાં ખાસ કરીને સ્ટેફાઈલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, કોરીનીબેકટેરિયમથી આ રોગ થાય છે.
આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શકયતા વધી જાય છે જેમકે આંચળ પરની ઈજા ,રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા, લાંબા અને લટકતા આંચળ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દુધ દોહનારના હાથની અસ્વચ્છતા, જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાંખવાથી તથા પશુની નબળી રોગપ્રતિકારક શકિત.
આ રોગમાં દૂધગ્રંથી ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ધટાડો, દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું અથવા પરૂ નીકળે. કોઈવાર લોહી પણ હોય, સોજાને લીધે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખુ ઉભુ રહે નહીં. ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આઉ કઠણ થઈ જાય. કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.આઉની ત્વચાનો રંગ ભૂરો વાદળી હોય અને ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે (ગેન્ગ્રીન) વગેરે ચિન્હો જોવા મળે છે.
આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂર છે.
1. આઉ ને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તેની કાળજી લેવી.
2. પશુઓને બાંધવાનીજગ્યા સાફ રાખવી.
3. આંચળને દોહતા પહેલા તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા
4. આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વચ્ચ્છ કપડાં વડે કોરા કરી i. દૂધ દોહવું
5. દરેક વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (૧ ભાગ સેવલોન પ૦૦ ભાગ પાણી) વાપરવા.
6. ખરાબ દૂધ ભોયતળિયા પર ન ખંાતા તેનો યોગ્ય નિકાલ કરવો.
7. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
8. નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતંા રહેવું હિતાવહ છે
9. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
10. દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
11. જયાં મશીનથી જાનવરો દોહવામાં અવો છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્યવસ્થિત સાફ કરવું
12. આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાન ચેપ લાગતો નથી. આમ, આ રોગમંા થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે. અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.

ગાય