ચેપી ગર્ભપાત રોગ કેવી રીતે અન્ય પશુઓમાં ફેલાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે?

આ રોગને અમે બ્રુસેલ્લોસીસતરીકે ઓળખીએ છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટાં, બકરા તથા ભુંડમાં જોવા મળતો ચેપી રોગ છે. જે બ્રુસેલ્લા પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગમાં રોગીષ્ટ પશુઓનાગર્ભાશયના સ્ત્રાવ ધ્વારા જીવાણુઓ વાતાવરણમંા ભળે છે અને વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી જીવીત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રદુષિત ઘાસ પાણી ધ્વારા,આંખો ધ્વારા, ચામડી ધ્વારા આ જીવાણુઓ શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત રોગીષ્ટ નર કે માદા પશુઓમાં પ્રજનન દ્વારા પણ આ રોગ ફેલાય છે. આ રોગમાં માદા પશુઓમાં ગર્ભાધાન બાદ આ રોગના જીવાણુ ગર્ભાવસ્થાના ૭ થી ૯ માસ ના સમયગાળા દરમ્યાન ગર્ભપાત કરતા જોવા મળે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો આવવો, ઓર ન પડવી તથા એક જ પશુમાં વારંવાર દરેક વેતરે ગર્ભપાત થવો વગેરે ચિન્હો જોવા મળે છે. જયારે નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો, તથા વૃષણકોથળી સૂજી જવી તે મુખ્ય લક્ષણો જોવા મળે છે.
આ રોગમાં ૬ માસની ઉંમરની માદા બચ્ચાને જીવન માં ફક્ત એકવાર જ જો રસીકરણ કરવામાં આવે તો તેઓ જયારે પુખ્તતા ધારણ કરે ત્યારે આ રોગ સામેની પ્રતિકારક શકિત પૂરતા પ્રમાણમાં હોઈ રોગ સામે લડી શકે છે. આ રસીનું નામ બૃસેલ્લા '' કોટન સ્ટ્રેઈન૧૯'' છે.

ગાય