ગાંઠીયો તાવ રોગમાં પશુઓને શું થાય છે અને તેને અટકાવી કેવી રીતે શકાય?
આ રોગને અમે તબીબી ભાષામાં બ્લેક ક્વાર્ટર કહીયે છે. આ રોગના લક્ષણોમાં પશુઓમાં પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, થાપાના ભાગે ખરાબ વાસ વાળુ કાળું પ્રવાહિ ભરાયેલ હોય, ત્યાં સોજાની જગ્યાએ દબાણ આપવાથી ક્રિપીટેશન સાઉન્ડ ( કરકરાટી વાળો અવાજ) આવે,રોગીષ્ઠ પશુનું શરીર ધ્રુજે છે, અત્યંત દુખાવો થાય છે ચાલી શકે નહીં. થાપાનાં સ્નાયુઓ ગેંગ્રીનથી કાળા પડી જાય. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને પશુ ૧ર થી ર૪ કલાકમાં મરી જાય છે. આ રોગમાં પણ જો તાત્કાલિક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. આ રોગના નિયંત્રણ માટે ગાંઠીયાવિરોધી રસીકરણ ચોમાસા પહેલા (જુન માસમાં) કરવું જોઈએ. ભૂતકાળમાં જયાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શકયતા વાળા વિસ્તારમાં કરવુ જોઈએ.
ગાય