ગળસૂંઢો રોગના લક્ષણો શું હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?

ગળસૂંઢો રોગ ને અમે તબીબી ભાષામાં હેમોરેજીક સેપ્ટીસીમીયા કહીયે છે. આ રોગ મુખ્યત્વે ગાય / ભેંસમાં થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસાપછી આ રોગ થતો હોય છે. આ રોગમાં પશુનું ગળુ સુઝીને જાડું હાથીની સુંઢ જેવું થતું હોવાથી તેને ''ગળસૂંઢો'' કહેવામાં આવે છે. આ રોગના લક્ષણોમાં ૧૦પ0 થી ૧૦૮0 ફેરનહીટ આસપાસ તાવ આવે છે , નાકમાંથી સેડા જેવો સ્ત્રાવ પડવો, શ્વાસોચ્છવાસ વધે, ગળાના ભાગે સોજા આવે, ગાળામાંથી અસામાન્ય અવાજ પણ થાય છે તથા ર૪ થી ૩૬ કલાકમાં પશુનુ મૃત્યુ થઈ શકે છે. રોગ લાગુ પડયા બાદ જો તાત્કાલિક જ નિષ્ણાંત ડોકટરને બોલાવીને સારવાર કરવામાં આવે તો પશુ બચી જવાની શક્યતાઓ વધુ હોય છે.
આ રોગને નજીકના બીજા પશુઓમાં ફેલાતો અટકાવવા માટે રોગીષ્ઠ પશુને બીજા તંદુરસ્ત પશુઓથી અલગ રાખવું. તેને અલગ પાણી અને ચારો આપવો જોઈએ. આ રોગના નિયંત્રણ માટે દર ૬ માસે તેનુ રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મે જુનમાં તથા ડિસેમ્બરમાં. રોગચાળાની વધુ શકયતા વાળા વિસ્તારમાં રસી મુકાવવી હિતાવહ છે.

ગાય