પશુઓને પડવા/વાગવાથી અચાનક સોજો આવે ત્યારે શુ કરવું?
સોજાના ભાગ ઉપર પ્રથમ ચોવીસ કલાક દરમ્યાન ઠંડા પાણીનો છંટકાવ અથવા બરફ લગાવવો.ચોવીસ કલાક બાદ ગરમ પાણીનો શેક કરવો. ત્રણ દિવસ સુધી સોજો ન ઉતરે તો પશુ ચિકિત્સક નો સંપર્ક કરવો.સોજો આવેલ હોય પરંતુ ફ્રેકચર ન હોય તો તે ભાગ ઉપર ટરપેન્ટાઇન લીનીમેન્ટ ની લીક્વીડ દવા ની માલીસ કરી શકાય. સાથે સાથે દર્દ-શામક દવા જેવી કે એનાલ્જીન, મેલોક્ષિકેમ આપી શકાય.
ગાય