પશુને અચાનક ધારદાર ખેત ઓજાર કે અન્ય રીતે ઈજા થઇ, લોહી વહેવા લાગે તો શુ કરવું?

ઈજા થયેલ ભાગને સૌ પ્રથમ સ્વચ્છ રૂ ના પુમડા થી સાફ કરવું, પોવીડોન અથવા ડેટોલ લીક્વીડ લગાવવું જેથી ઘા પાકે નહી. ધારદાર ખેત ઓજારથી, શિંગડું ભાંડવાથી કે અન્ય કોઈ રીતે પણ ઈજા થઈને વધુ પડતું લોહી વહેતું હોય ત્યારે લોહી વહેતા ભાગ ઉપર દબાણ આપવું, સ્વચ્છ કપડાનો પતો બાંધવો અને તેની ઉપર ટીંકચર બેન્ઝોઇન રેડવું જેથી લોહી વહેતું બંધ કરી શકાય.

જખમ પાકે નહી તે માટે હળદરનો લેપ પણ કરી શકાય.
મ્હો માં પડેલ ચાંદા માટે પોટેશિયમ પર્મેન્ગેનેટ નામંદ દ્રાવણ નો ડ્રેસિંગ માટે ઉપયોગ કરી શકાય.

ગાય