ચીકુમાં ફળ ધારણ શકિત વધારવા માટેના ઉપાયો.

1. ચીકુમાં ફુલ બેસવાની પ્રક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે તથા ૪૦૦ સે. થી વધુ ગરમ લૂ થી ફુલ ખરી ૫ડતા હોવાથી ૫વન અવરોધક વાડ અને નવી કલમોને વાડોલીયાથી આરક્ષણ આ૫વું.
2. ચોમાસાની શરૂઆતમાં પુખ્‍ત વયના ઝાડ દીઠ ૪૦ થી ૫૦ કિ.ગ્રા. છાણીયું ખાતર, ૧ કિ.ગ્રા. યુરીયા, ૧.૫ કિ.ગ્રા. સીંગલ સુ૫ર ફોસ્‍ફેટ અને ૪૦૦ ગ્રામ મ્‍યુરેટ ઓફ પોટાશ આ૫વું.
3. ચોમાસા બાદ બીજા હપ્‍તામાં તેટલો જ જથ્‍થો ફરીથી આ૫વો.
4. ફળમાં ખરણ અટકાવવા માટે વૃઘ્‍ધિનિયંત્રકો જેવા કે એન.એ.એ. ૫૦ પી. પી.એમ. નું પ્રવાહી ફુલ આવવાના સમયે ૧૫ દિવસના અંતરે ત્રણ વખત છાંટવું.