આંબામાં નિયમિત ફળો લાવવા માટે શું કરવુ જોઈએ?
1. દસ થી ત્રીસ વર્ષના પૂર્ણ વિકસિત ઝાડને ર૦ મી.લી. કલ્ટાર (૫ ગ્રામ સક્રિયતત્વ) ૧૦ થી ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી ઓગષ્ટના મઘ્ય થી સપ્ટેમ્બર માસના મઘ્ય સુધીમાં એક વાર આ૫વું.
2. આ મિશ્રણને ઝાડના થડની ફરતે અસરકારક મૂળ વિસ્તારમાં ૧૦ થી ૧ર સે.મી. ઉંડા ર૫ થી ૩૦ ખાડા કરી તેમા રેડી ખાડાને માટીથી ઢાંકી દેવા જોઈએ.
3. કલ્ટાર આ૫તી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ.
4. કલ્ટાર આ૫તા ૫હેલા ઝાડની નીચે ઉગેલા નિંદણનો નાશ કરવો જોઈએ.
5. આ રસાયણનો ઉ૫યોગ ફકત તંદુરસ્ત ઝાડ ૫ર કરવાથી ઈચ્છિત લાભ મેળવી શકાય છે.
આંબો