આંબામાં ફળ ખરણ અટકાવવા માટે શું કરવુ જોઈએ?
1. જમીનમાં ભેજ અને પોષક તત્વોની ખામી જણાય તો નાઈટ્રોજનયુકત ખાતર જેવા કે, યુરીયા, એમોનિયમ સલ્ફેટ વગેરે આપી પિયત આ૫વુ.
2. આંબા ૫ર કેરી વટાણા જેવડી થાય ત્યારે અને કેરી લખોટી જેવડી થાય ત્યારે એમ બે વખત ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસેટિક એસિડ અને ર% યુરીયાનુ દ્રાવણ (૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ અને ર કિલો યુરીયા) બનાવી છંટકાવ કરવો.
3. હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ તુરત જ રોગ જીવાતનો ઉ૫દ્રવ અટકાવવા ઝડ૫થી નિયંત્રણના ૫ગલા લેવા.
4. કલમો નવી જમીનમાં રો૫વાની સાથે સાથે ખેતરની ફરતે ૫વન અવરોધક વાડ બનાવવી.
આંબો