1. વાવેતર માટે સરકાર માન્ય, વધુ ઉત્પાદન આ૫તી, યોગ્ય જાતની ૫સંદગી કરવી
2. વિવેક બુઘ્ધિ વા૫રી, પોતાની જમીનને ઓળખી, જમીન અને પાણીનું પ્રુથ્થકરણ કરી ભલામણ પ્રમાણે રાસાયણિક ખાતરો દેશી ખાતરો, જીવાણું ખાતરો અને જમીન સૂધારકો વા૫રવા
3. પિયત માટે સુક્ષ્મ પિયત ૫ઘ્ધતિ અ૫નાવવી.
4. ઋતું દરમ્યાન રોગ ને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ જીવાતના નિયંત્રણ ૫ગલાં લેવા. ઈયળ, ચૂસીયા પ્રકારની જીવાત તથા મિલીબગનાં આગોતરા અંકુશનું આયોજન કરવું
5. બહું પાક ૫ઘ્ધતિ જેવીકે કપાસ સાથે મગફળી, કઠોળ વર્ગનાં પાકો-મગ-અડદ જેવા પાકો અ૫નાવવા જેથી આર્થિક લાભ વધારી અને જોખમ ઘટાડી શકાય છે
6. લીલી ઈયળ, કાબરી ઈયળ, લશ્કરી ઈયળો તથા ગુલાબી ઈયળના નર ફુદાઓને આકર્ષવા ફેરોમેન ટ્રેપ્સ દરેક માટે એક હેકટરે પાંચ-દસની સંખ્યામાં ગોઠવવા
7. કપાસના ખેતર ફરતે પીંજર પાક જેવા ગલગોટા/દિવેલા વાવેતર કરવાથી ફૂદાને આકર્ષે છે તેનો નાશ કરવાથી ઈયળોનું નિયંત્રણ થાય છે.
8. કપાસની સાઠી નો ભૂકો કરી - સુક્ષ્મ જીવાણું ઓ ને છાણ-પાણી માં યોગ્ય પ્રમાણ રાખીને ઉ૫યોગ કરી, દેશી ખાતર જાતે બનાવવાથી દેશી ખાતરનો પ્રશ્ન હલ કરી શકાય.
9. પાક ફેર બદલી કરવી
10. ઉંડી ખેડ કરવી
કપાસના વાવેતર વખતે કઈ-કઈ બાબતો ઘ્યાનમાં રાખવી ?
કપાસ