કપાસનું વાવેતર કેટલા અંતર કરવું જોઈએ ?
કપાસનાં પાકમાં વાવેતર અંતર કપાસની જાત પ્રમાણે જુદું જુદું રાખવું જોઈએ. સામાન્ય રીતે સંકર કપાસ, બીટી કપાસ પિયત માટે ૧ર૦ × ૪૫ સે.મી. નું અંતર રાખવું જોઈએ. જયારે બિનપિયત કપાસના વાવેતર માટે ૯૦ × ૩૦ સે.મી. નું અંતર રાખવું જોઈએ. દેશી કપાસની બિનપિયત હરબેશીયમ (દેશી) જાતો માટે વાવેતર અંતર ૯૦ × ૩૦ સે.મી. રાખવું જોઈએ જયારે આરબોરીયમ જાતો માટે ૬૦ × ૧૫ સે.મી. નું અંતર રાખવું જોઈએ.
કપાસ