કપાસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ કેમ કરવું ?
1. બીટી સાથે નોનબીટી (રેફયુઝી) કપાસનું વાવેતર કરવું.
2. ખુબ વહેલું વાવેતર બંધ કરવું (એપ્રીલ- મે માસમાં).
3. ગુલાબી ઈયળના ફેરોમેન ટ્રે૫ વિઘા દીઠ બે મુકવા અને દર ૧૫ થી ર૦ દિવસે લુર બદલવી.
4. ગુલાબી ઈયળના ફુદાઓમાં સમાગમ વિક્ષે૫ન (નર મૂઝવણ) માટે એમ.ડી.પી. ટ્યુબ ના હેકટરે ૧૦૦૦ ટપકા કરવા અને ૩૦ દિવસે ફરીને કરવા.
5. રાસાયણીક અને જૈવિક દવાઓનો સમયસર છંટકાવ કરવો.
6. વહેલી પાકતી જાતો/ હાઈબ્રીડસનું વાવેતર કરવું.
7. છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા.
8. છેલ્લી વીણી બાદ તૂરંત સાંઠીઓનો નાશ કરવો.
કપાસ