આદુ તથા હળદરના પાકના ગાંઠના કોહવારાનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય ?

પાણી ભરાઈ રહે તેવી જમીનમાં ગાંઠના કોહવારાના રોગનો ઉપદ્રવ જણાય છે. આના નિયંત્રણ માટે તંદુરસ્‍ત ગાંઠોની રોપણી કરવી જોઈએ તથા મેટાલેક્ષીલ-૦રપ% નું દ્રાવણ એટલે (ર૦ ગ્રામ) ૧૦ લીટર પાણીમાં ઓગાળીને રોપણી બાદ ૪-પ દિવસ પછી પંપની નોઝલ કાઢી હારો ઉપર ડ્રેન્‍ચીગ/નિતાર કરવું જોઈએ.