આદુ તથા હળદરમાં પિયત કઈ રીતે અને કેટલા આપવા જોઈએ ?

આ પાકો ૮ થી ૧૦ મહિના સુધી ઉભા રહેતા હોય પાણી ભરાઈ ન રહે તે પ્રમાણે પ્રથમ પિયત રોપણી બાદ તુરંત, બીજુ પિયત રોપણી બાદ ૪ થી પ દિવસે તથા બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ આપવા જોઈએ. આ રીતે કુલ રપ થી ૩૦ પિયતની જરૂરીયાત રહે છે.