આદુ તથા હળદરમાં ખાતરો કઈ રીતે તથા કેટલા આપવા જોઈએ ?

આદુ તથા હળદરના પાકમાં પાયામાં રપ ટન હેકટરદીઠ સેન્‍દ્રિય ખાતર, ર૦ કિગ્રા નાઈટ્રોજન, ૬૦ કિગ્રા ફોસ્‍ફરસ તથા ૬૦ કિગ્રા પોટાશ આપવો જોઈએ અને પૂર્તિ ખાતર તરીકે બાકી રહેલ નાઈટ્રોજન ર૦ કિગ્રા રોપણીના ૩૦ દિવસ બાદ તથા ર૦ કિગ્રા રોપણીના ૬૦ દિવસ બાદ આપવો જોઈએ તથા સલ્‍ફર તત્‍વ આ પાકને લાભદાય હોઈ નાઈટ્રોજનયુક્‍ત ખાતરમાં ૧૦ કિગ્રા દીઠ એક કિગ્રા સલ્‍ફર ભેળવીને આપવું જોઈએ.