આદુ તથા હળદરના પાકમાં બીજદર કેટલો રાખવો તથા બીજ માવજત કઈ કઈ લેવી ?

આદુના પાકનો બીજદર ૧ર૦૦ કિગ્રા હેકટરદીઠ અંગુલી ગાંઠો તથા હળદરમાં ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હેકટરદીઠ માતૃગાંઠોનો ઉપયોગ કરવો જોઈએ.
બીજ માવજતમાં ખાસ કરીને ગાંઠોને રોપતા પહેલા મેન્‍કોઝેબ ૦.૩% તથા કિવનાલફોસ ૦.ર% ના દ્રાવણમાં ૩૦ મિનીટ બોળી પછી છાંયડામાં સુકાવીને વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ.
કેટલીક વખત ગાંઠોનું અંકુરણ જલ્‍દી થાય તે માટે બીજ માવજત બાદ તાજા છાણના પાતળા રગડામાં બોળીને વાવેતર કરવાની પ્રથા પણ પ્રચલિત છે.