આંબાના પાકમાં આદુનું વાવેતર કરી શકાય કે નહી ?

આ પાકો (આદુ તથા હળદર) વાર્ષિક મસાલાના પાકો હોવાથી ૮ થી રપ વર્ષની નાળિયેરી, ૧ થી પ વર્ષના આંબા તથા કેળની અંદર આંતરપાક તરીકે લેવાની પ્રથા પ્રચલિત છે. ખાસ કરીને આંબાવાડીયામાં શરૂઆતના તબક્કામાં કે જયારે આપણે કેરીનું ઉત્પાદન ન લેતા હોઈએ તે અવસ્‍થાએ આ પાકને આંતરપાક તરીકે લઈ શકાય છે. છાંયડાવાળી માવજત આ પાકને ખૂબ જ માફક આવે છે.