છોડના પોષણ માટે નાઈટ્રોજન તત્વ શા માટે અગત્યતનું છે ?

દરેક છોડ માટે નાઈટ્રોજન એ આવશ્યક પોષક તત્વ છે. ન્યુકલીઓટાઈડ, આરએનએ, ડીએનએ, એમીનો એસીડ અને પ્રોટીનના બંધારણ માટે નાઈટ્રોજન જરૂરી છે. આપણાં વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન રહેલ છે, પરંતુ તે છોડ માટે સીધે સીધો ઉપયોગી નથી. આ નાઈટ્રોજનનું છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવુ પડે.