નર્સરીની જગ્યાની પસંદગી અને જમીનની તૈયારી:
સંશોધનના આધારે એવુ જોવા મળેલ છે કે ખુલ્લી જમીનમાં કરેલ નાળિયેરીરોપનીવૃધ્ધિ બે નાળિયેરીનીહારની વચ્ચે જમીનમાં રહેલરોપની સરખામણીમાં નબળી હોય છે. તેથી ખુલ્લી જમીનમાં નર્સરી ન કરવી સલાહ ભરેલું છે.સામાન્ય રીતે ૫૦ % સુર્ય પ્રકાશ મળી રહે તેવા નાળીયેરીનો બગીચો નર્સરી માટે પસંદ કરવો. ખુલ્લી જગ્યા કરતાં આવી જગ્યામાં સારા અને વધુ રોપાઓ મળે છે.સામાન્ય રીતે નર્સરીની જગ્યા, પિયતનાંસાધનોથી નજીકસમતળ, રોગ જીવાત,નિંદામણનાઅવશેષોથી મુક્ત, રેતાળ,ગોરાડુ,કાંપાળ, આમ્લતા આંક ૭ (સાત)ની આજુ બાજુ અને સારી નિતાર શક્તિ ધરાવતી અને ક્ષાર મુક્ત હોવી ખાસ જરૂરી છે.પસંદ કરેલ જમીનને બે વખત ઉંડી ખેડી કરબ હાંકી સમતળ બનાવીને યોગ્ય માપનાક્યારા બનાવવા. જમીન તૈયાર કરતી વખતે પેરેથીયોનડસ્ટ ૨ ટકા ૨૫ કિલો / હેક્ટર અથવા ફોરેટ– ૧૦ જી દવા જમીનમાં ભેળવવી.
નાળિયેર બીજ માટે માતૃ ઝાડની પસંદગી:
ઝાડમાંથીનાળીયેર બીજ લેવાના હોય તેના ગુણધર્મો નીચે મુજબના હોવા જોઈંએ.
- ઝાડ જે-તે જાતના ગુણધર્મ ધરાવતું તથા ૨૫ – ૪૦ વર્ષની વચ્ચે હોવું જોઈએ (ઉંચી જાત માટે). જ્યારે ઠીંગણી જાત માટે ૧૦ – ૧૫ વર્ષની ઉંમર હોવી જોઈએ.
- ઝાડના પાન તંદુરસ્ત રોગ જીવાત મુક્ત ૩૫ – ૪૦ ની સંખ્યામાં છત્રી આકારેખુલેલા અને પૂર્ણ વિકસીત હોવા જોઈએ.
- દરેક પાનના કક્ષમાંથી દર માસે એક તંદુરસ્ત જુસ્સાદાર ટુંકો અને વધુ માદા પુષ્પોધરાવતો પુષ્પ વિન્યાસ નીકળતો હોવો જોઈએ.
- ઝાડની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૮૦ થી વધુ ફળની હોવી જોઈએ. મોટા ફળ આપતું હોવું જોઈએ.
- ઝાડ રોગ જીવાતા કે બીજી વિકૃતિથી મુક્ત હોવું જોઈએ.
પસંદગીના માતૃ ઝાડ પરથી બીજ ઉતારવા:
પસંદ કરેલ માતૃઝાડ ઉપરથી ૧૨-૧૩ માસના ફળને (લીલા માંથી આછો પીળો રંગ થાય) ઉતારવા.ઉતારેલફળોનેછાંયામાં ૧ થી ૧.૫ માસ આરામ આપી એકસરખા મોટા કદના ગોળાકાર વજનમાં વધુ પાણી બોલતું હોય તેવા રોગ-જીવાત મુક્ત નાળિયેર બીજ માટે પસંદ કરવા.
વાવતા પહેલા બીજની માવજત:
પસંદ કરેલ નાળિયેરબીજને એક માસ સુધી આરામ આપવો, ત્યારબાદ ૧૫ દિવસ પાણીમાં ડુબાડી રાખવા અને ત્યારબાદ સારા તંદુરસ્ત અને વધુ વજન વાળા નાળિયેર બીજ વાવેતર માટે ઉપયોગમાં લેવા.
નર્સરીમાંબીજની રોપણી:
માવજત આપેલ નાળિયેરબીજનેનર્સરીમાં મે –જુન માસમાં વાવેતર કરવું સલાહ ભરેલું છે.નર્સરીમાં ૩૦ X ૩૦ સે.મી. ના ચાસ ખોલીને નાળિયેર બીજ / ફળનો ઉપરનો ભાગ જમીનની ઉપર દેખાય તેમ ઉભા રાખી વાવવા અનેત્યારબાદ એક હળવું પિયત આપવું.
પાછલી માવજત:
નાળિયેરીનીનર્સરીમાં બીજ વાવ્યા બાદ ૧૨ માસ સુધી નીચે મુજબની માવજતો જરૂર જણાય ત્યારે કરતા રહેવુ સલાહ ભરેલુ છે.
- બીજ વાવ્યા બાદ તરત જ પિયત આપવું ૫-૬ દિવસે પીયત આપતા રહેવું સુકા દિવસોમાં ૨ દિવસને અંતરે પિયત કરતા રહેવું.
- જરૂર જણાય ત્યારે આછો ગોડ નિંદામણ તથા પાક સંરક્ષણનાપગલા લેવા.
- બીજના વાવેતર બાદ પાંચમાં માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન/હે. (યુરિયાના રૂપમાં ૯૦ કિલો અને એરંડાનાખોળના રૂપમાં ૯૦ કિલો/હે.) આપવો.
- રોગ અને વિકૃતિ વાળા રોપ તથા બીજ વાવ્યા બાદ પાંચ માસ પછી ન ઉગેલાબીજને નર્સરી માંથી દૂર કરવા.
- બીજ વાવ્યા બાદ ૯ થી ૧૨ માસની ઉંમરના સારી ગુણવત્તા વાળા જુસ્સાદાર તથા રોગ જીવાત મુક્ત રોપ વેચાણ માટે પસંદ કરવા.