નાળીયેરીમા ઇરીયોફાઇડ નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
- ખેતી પધ્ધતિ : બગીચામાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પિયત આપવું તેમજ ભલામણ મુજબ ખાતર યોગ્ય સમયે આપવું. સેન્દ્રીય ખાતરો જેવા કે દેશી ખાતર ૫૦ કિલો/ઝાડ અથવા લીલો પડવાસ અથવા અળસીયાનું ખાતર અથવા લીંબોળી નો ખોળ ૫ કિલો/ ઝાડ આપી શકાય છે. અનુકુળ મિશ્રપાક આંતરપાક લેવો. બગીચો ચોખ્ખો રાખવો.
જંતુનાશક દવા: મૂળ શોષણ પદ્ધતિ દ્વારા મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૧૦ મિલી તેટલાજ કદના પાણીમાં પુખ્ત વયના ઝાડને દર બે માસને અંતરે વર્ષમાં ૬ વખત આપવું. જ્યારે નાના ઝાડ કે લૂમ ઉપર ૨૦ થી ૩૦ દિવસના અંતરે મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૪ મિલી/લીટર અથવા ટ્રાઈજોફોસ ૨.૫ મિલી/લીટર પાણીના દ્વ્રાવણ બનાવી ૧.૫ થી ૨.૫ લીટર દ્રાવણ / ઝાડ છાંટવું .
વનસ્પતિ જન્ય જંતુનાશક દવા : મૂળ શોષણ પદ્ધતિ અથવા થડમાં ઇન્જીકશન ૭.૫ મિલી નીમાજલ અથવા ઇકોનીમ તેટલાજ કદના પાણી સાથે મીક્ષ કરી મૂળ શોષણ પદ્ધતિ દ્વારા અથવા થડમાં ઇન્જીકશન લગાવીને આપવું .વળી નીમાજલ ૦.૧ ટકા સાંદ્રતા ૫ મિલી /લી અને વેટેબલ સલ્ફર ૫ ગ્રામ /લી. સાથે મીક્ષ કરી ૧.૫ થી ૨.૫ લી.દ્રાવણ / ઝાડ છાંટવું અથવા લીંબોળીનું તેલ ૨૦ મિલી તથા લસણનો રસ ૨૦ ગ્રામ તથા ૫૦ ગ્રામ સાબુ (ડીટરજંટ કપડા ધોવાનો) એક લીટર પાણીમાં મિશ્ર કરી લૂમ ઉપર છાંટવું
નાળીયેરી