નાળીયેરીમા ગેંડા કીટક નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?
ત્રાક આકાર નાં સળિયા વડે પાડેલ કાણા મારફતે કિટકને બહાર કાઢી નાશ કરવો.
કીટકે પાડેલા કાણામાં ઝેરી ગેસ કરતી જંતુનાશક દવા ડી.ડી.વી.પી., ક્લોરોપાઈરીફોસ અથવા કેરોસીન વિગેરે રેડી કાણું ચીકણી માટીથી હવા ચુસ્ત બંધ કરવું.
અગ્રકલીકાના કાણામાં ૨% પેરેથીયોન ડસ્ટ તેટલાજ જથ્થામાં રેતી સાથે મીક્ષ કરી કાણામાં નાખવું.
પ્રકાશ પિંજરાનો ઉપયોગ કરી પુખ્ત કિટકોનો નાશ કરવો.
સડેલો કચરો, નાળિયેરીનું મરી ગયેલ થડ વિગેરેને સળગાવીને નાશ કરવો.
ખાતરના ખાડામાં ૧૫ થી ૨૦ દિવસે ૨ % વાળું પેરેથીયોન ડસ્ટનો છંટકાવ કરવો.
નાળીયેરી