નાળીયેરીમા આવતા રોગ અને તેનું નિયંત્રણ:
અગ્રકલીકાનો સડો
નિયંત્રણ
(૧) રોગ લાગેલ ભાગને કાપીની નાશ કરવો અને કાટેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ (૧૦૦ મિલી મોરાથુથું + ૧૦૦ મિલી કાલી ચૂનો + ૧૦ લીટર પાણી) લગાડવું. જો ચોમાસાની ઋતુ હોય તો લગાડેલ બોર્ડોપેસ્ટ ઉપર ઊંધું માટલું અથવા પ્લાસ્ટિક ઢાંકવું.
(૨) બગીચામાં તંદુરસ્ત ઝાડ પર આ રોગકારકો ચોમાસાની ઋતુ દરમ્યાન સક્રિય બનીને રોગ ફેલાવતા હોય છે. તે માટે રોગ ન લાગે તે પહેલા ૧ ટકા વાળુ બોર્ડો મિશ્રણ અથવા ૨ ટકા મેન્કોઝેબનું દ્રાવણ ૫ લીટર/ઝાડ પ્રમાણે વર્ષમાં ૬ વખત નીચે મુજબ છાંટવું. પ્રથમ વખત છંટકાવ ચોમાસા પહેલા (જુનમાં)
- બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ બે માસે
- ત્રીજો છંટકાવ બીજા છંટકાવ બાદ બે માસે
- ચોથો, પાંચમો અને છઠ્ઠો છંટકાવ ત્રીજા છંટકાવ બાદ એક એક માસને ગાળે.
પાનનો સડો
નિયંત્રણ
( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.
થડ રસ ઝરણ
નિયંત્રણ
- રોગ લાગેલ પેશીઓ દુર કરવી.
- આ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.
- ઝાડ ઉપર છેદ ના કરવા.
- છેદ લાગેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.
પાનનો સુકારો
નિયંત્રણ
( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.
મુળનો સુકારો
નિયંત્રણ
- ભલામણ મુજબ ખાતર ,પાણી અને ખેડ કરવી
- ઉનાળામાં પિયત નિયમિત આપવું
- પાનના સડાનું નિયંત્રણ કરવું
- પ્રતિ કારક જાતો , ઉચી, હાઇબ્રીડ,ઠીગણી જાત નું વાવેતર કરવું
થડ મુળનો સડો
નિયંત્રણ
- રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો. તે જગ્યામાં કચરો નાખી બાળી દેવું
- તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું
અજાણ રોગ
નિયંત્રણ
- રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો.
- તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું સાથે ૫ કિલ્લો લીંબોળીનો ખોળ પ્રતિ ઝાડ આપવો
- રોગ લાગેલ ઝાડના ખામણા માંથી પાણી પસાર થવા નાં દેવું
- રોગ લાગેલ ઝાડના થડમાં ઓરિયોફન્જીનાઇન્જેક્શન (૧૦૦મિલી દવા ૧ ગ્રામ મોરથુથું ૧૦૦ મિલી પાણીમાં ઓગાળી આપવું.)