નાળીયેરીમાં નાના ફળો ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
• ઝાડની સંખ્યા એક કરતાં વધારે વાવવી.
• નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આ૫વા.
• નબળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
• સમયસર રોગ-જીવાતના નિયંત્રણના ૫ગલા લેવા.
• ફૂલ કાતરો (પુષ્પવિન્યાસ) ખૂલ્યા બાદ એક માસ ૫છી ર, ૪-ડી, ર૦ પી.પી.એમ. દ્રાવણનો કાતરો (પુષ્પવિન્યાસ) ઉ૫ર છંટકાવ અઠવાડિયાના ગાળે ચાર વખત કરવો. (બજારમાં ઉ૫લબ્ધ બાગાયત ગ્રેડનાં ર, ૪-ડી, નો ર૦ મી.ગ્રા. પાવડર થોડા પાણીમાં ઓગાળી તેમાં જરૂરી પાણી ઉમેરી ૧ લીટરનું દ્રાવણ બનાવવું. અથવા ૫ થી ૧૦ લીટર પાણીમાં ૫ મીલી પ્લાનોફિકસ ઉમેરી વૃઘ્ધિનિયંત્રકનો છંટકાવ કરવાથી ફળધારણ થઈ વધુ ઉત્પાદન મળે છે.
નાળીયેરી