• વર્ષમાં બે વખત એટલે કે ફળો ઉતાર્યા બાદ અને ઉનાળા દરમ્યાન થડને ગોડ કરી ખૂલ્લા કરવા તેમજ ખામણામાં રહેલ પાંદડા વગેરે જેવો કચરો દુર કરી ચોખ્ખા રાખવા.
• ચોમાસા દરમ્યાન ઓગષ્ટ-સપ્ટેમ્બર મહીનામાં એટલે કે ખાસ કરીને મીલીબગના બચ્ચાને ઝાડ૫ર ચડવાના સમયે ખામણામાં મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકીનો છંટકાવ કરવો.
• રાસાયણીક દવામાં એસીફેટ ૧૫ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૧.૬ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૧ર મી.લી. પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો તેમજ ઉ૫રોકત કોઈ એક દવા સાથે ડીટર્જન્ટ પાવડર ૧૦ ગ્રામ સાથે ભેળવવાથી દવાની અસરકારકતા વધે છે.
• ઓગષ્ટ-સપ્ટેમ્બર મહીનામાં એટલેકે ખાસ કરીને મીલીબગના બચ્ચાને ઝાડ ૫ર ચડવાના સમયે થડની ફરતે એક ફૂટ વિસ્તારમાં ચીકાસવાળુ ગ્રીસ લગાડવાથી ચીટકો ઝાડ ઉ૫ર ચડી શકતા નથી.
સિતાફળના પાકમાં આવતા મીલીબગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
સિતાફળ