હમણાં સેોરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોનો વરિયાળીમાં રસ વધ્યો છે. તો વરિયાળીનું વાવેતર કઈ રીતે કરવું તેમજ કયારે અને કેટલાં પિયત આપવા જોઈએ ?

એકદમ સાચી વાત છે. હમણાં હમણાં ખેડૂતો વરીયાળીમાં ખુબજ રસ ધરાવતાં થયા છે. ગુજરાત વરિયાળી-૧, ર અને ૧૧ સુધારેલી જાતો છે. વરિયાળીનું વાવેતર બે હાર વચ્ચે ર ફુટના અંતરે વિઘે ૧.પ કિ.ગ્રા. બિયારણનો દર રાખીને કરવું. ઉગાવો બરાબર થાય ત્યારે હારમાં બે છોડ વચ્ચે ૧પ સે.મી.નું અંતર જાળવી પારવણી કરવી. ખાતરની વાત કરીએ તો વાવણી વખતે વીઘે ૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૬ કિ.ગ્રા. યુરીયા આપવું તેમજ વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે વિઘે ૮ કિ.ગ્રા. યુરીયા પૂર્તિ ખાતર તરીકે આપવું. વરિયાળીને કુલ ૧૦ પિયતની જરૂર રહે છે. પ્રથમ પિયત વાવેતર બાદ તરતજ, બીજું ત્યારબાદ પ દિવસે અને બાકીના ૮ પિયત ૮-૧૦ દિવસના ગાળે આપવા.

પિયત પાણીનું વ્યવસ્થાપન