પિયત પાણીની સગવડ ઓછી હોય ત્યારે કયા પાકો પસંદ કરવા જોઈએ ?

પાણીની અછતની પરિસ્થિતિમાં ઘઉં, લસણ, ડુંગળી જેવા વધારે પાણીની જરૂરીયાતવાળા પાકોને બદલે ઓછી જરૂરીયાતવાળા પાકો જેવાકે જીરૂં, ધાણાં, ઈસબગુલ, દિવેલાં, તુવેર, બાજરી, સવા, ચણાં, રાયડો, જેવા પાકોની પસંદગી કરી પાક આયોજનમાં તેનો સમાવેશ કરવો. પાણીની અછત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો પસંદ કરવી. ચોમાસું પાકોમાં આંતર-રીલે પાક પધ્ધતિ અપનાવવી જેથી ચોમાસુ પાકની કાપણી બાદ રીલે પાકને શિયાળામાં ઓછા પિયતની જરૂરિયાત રહે.

પિયત પાણીનું વ્યવસ્થાપન