જામફળમાં વધારે ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ?

• અલ્‍હાબાદ સફેદ અને લખનૌ-૪૯ જેવી સુધારેલ જાતની દાબ કલમ અને ગુટી કલમથી તૈયાર થયેલ કલમોથી વાવેતર કરવું.
• પુખ્‍તવયના ઝાડ દીઠ ૪૦ કિ.ગ્રા. છાણીયું ખાતર, ૧ કિ.ગ્રા. યુરીયા, ૧.૫૦૦ કિ.ગ્રા. સીંગલ સુ૫ર ફોસ્‍ફેટ અને ૫૦૦ ગ્રામ મ્‍યુરેટ ઓફ પોટાશ જૂન માસમાં આ૫વું. યુરીયાનો અડધો જથ્‍થો સપ્‍ટેમ્‍બરમાં આ૫વો.