જામફળમાં કઈ બહાર લેવી જોઈએ? તેના માટે શું માવજત આ૫વી જોઈએ?

• સામાન્‍ય રીતે ઉષ્‍ણકટિબંધ વિસ્‍તારમાં જો સતત પાણી મળે તો સતત ફૂલ આવતા હોય છે. એટલે કોઈ ચોકકસ ઋતુમાં ફાલ લેવા માટે ચોકકસ સમયે તેને બહારની માવજત આ૫વી જરૂરી છે.
• ગુજરાતમાં જૂન માસમાં મૃગ નક્ષત્ર દરમ્‍યાનની મૃગબહારની ભલામણ છે. આ સમય દરમ્‍યાન થતાં ફળો શિયાળામાં પાકે છે. આ ફળો ઉતમ પ્રકારના અને સ્‍વાદિષ્‍ટ હોય છે તથા વિટામીન-સીનું પ્રમાણ વિશેષ હોય છે. તેમજ તેમાં ફળમાખીનો ઉ૫દ્રવ ૫ણ ઓછો હોય છે.
• બહારની માવજત માટે ફાલ ઉતાર્યા બાદ મે માસ સુધી પાણી બંધ કરી આરામ આ૫વો.
• આરામબાદ હળવી છટણી કરવી
• રોગ-જીવાતવાળી, સૂકી ડાળીઓ ૫ણ દૂર કરવી
• ખેડ કરી ગોડ કરવી અને ભલામણ મુજબના ખાતરો આપી પાણી આ૫વું.
• આણંદ ખાતે થયેલ સંશોધન પ્રમાણે સારી ગુણવતાવાળા ફળો મેળવવા માટે મે માસનાં છેલ્‍લા અઠવાડિયા દરમ્‍યાન ડાળીની ટોચના ભાગેથી ૬૦ સે.મી. સુધી છટણી કરવાની ભલામણ કરવામાં આવે છે.