જામફળમાં આવતા ફળમાખી અને ઈન્‍ડરબેલાના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

ફળમાખીઃ
• જામફળની વાડીમાં સ્‍વચ્‍છતા રાખવી.
• રોગ-જીવાત લાગેલા અને નીચે ૫ડેલા પાકા ફળો દાટી દેવા.
• ર ટકા મિથાઈલ યુજીનોલનું દ્રાવણ બનાવી ટ્રે૫માં મૂકવું જેના ઉ૫ર ડીડીવીપી ના ર થી ૩ ટીપાં નાખવા જેથી નર ફળમાખીઓ આકર્ષાઈ દવા ચૂસતાં નાશ પામે છે.
• લેબીસીડ દવાનો છંટકાવ ગોળના દ્રાવણ સાથે કરવો.
થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ :
• ઈયળોએ કરેલ જાળાં સાફ કરવા તથા ડાળીના સાંધામાં ઈયળે પાડેલ કાણામાં ૧ મિ.લિ. જેટલું કેરોસીન નાખી ચીકણી માટીથી કાણું બંધ કરી દેવું.
• જરૂર જણાય તો મોનોક્રોટોફોસ ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રમાણે છંટકાવ કરવો.