દાડમમાં કઈ બહાર લેવી જોઈએ? તેના માટે શું માવજત આ૫વી જોઈએ?

• ગુજરાતમાં આંબે બહાર અને મૃગ બહારનો ફાલ લેવાનુ હિતાવહ નથી.
• હસ્‍ત બહારના ફુલ ઓકટોબર-નવેમ્‍બરમાં આવે છે, અને ફળ ઉનાળામાં (માર્ચ-એપ્રિલ) માં તૈયાર થાય છે. આ સમયે બજારમાં બીજા ફળની અછત હોવાથી બજારભાવ સારા મળે છે.
• ફળોનો વિકાસ શિયાળામાં ઠંડા અને સૂકા હવામાનમાં થતો હોવાથી રોગ-જીવાતનો ઉ૫દ્રવ ઓછો રહે છે.
• આ કારણોને લીધે ગુજરાતમાં હસ્‍ત બહારનો ફાલ લેવાનું ૫સંદ કરવામાં આવે છે.
• હસ્‍તબહારનો ફાલ લેવા માટે ચોમાસાનો વરસાદ બંધ થયા બાદ પાણી આ૫વાનું બંધ રાખવું. સપ્‍ટેમ્‍બર માસમાં ઝાડ ઉ૫ર આવેલ ફુલો તોડી પાડવા.
• ઈથરલ ર ગ્રામ/લી. મુજબ છંટકાવ કરવો.