1. ચોમાસું પુરૂં થયા બાદ ખામણા ગોડી નાખવા અને જમીનને ર૦ દિવસ સુધી ત૫વા દેવી.
2. સૂકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવો.
3. વીસ દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આ૫વું જેથી ફૂલો આવવાની શરૂઆત થશે.
4. ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વાનસ્પતિક વૃઘ્ધિ થવાથી ફૂલો આવતા નથી. આવા સંજોગોમાં ૧૦ પી.પી.એમ. ર,૪-ડી અથવા ૫૦ પી.પી.એમ. એન.એ.એ. નો ૧ ટકા યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો.
5. લીંબુના ફળો બરાબર બેસી ગયા બાદ ર ટકા યુરિયા સાથે ર૦ પી.પી.એમ. એન.એ.એ. ના ૧ થી ર છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે.
6. પુખ્ત વયના ઝાડને ર ગ્રામ કલ્ટાર (સક્રિયતત્વ) ઓકટોબર માસમાં થડ થી ૩૦ સે.મી. દૂર આ૫વું અથવા સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં ૫૦૦ પી.પી.એમ. સાયકોસેલના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી લીંબુના ફળ ર૦ દિવસ વહેલા તૈયાર થાય છે.
લીંબુના પાકમાં ઉનાળામાં વધારે ફળો લેવા માટે શું કરવુ જોઈએ?
લીંબુ