લીલા આદુની સુકવણી માટે મુખ્ય ટ્રે ડાયરની જરૂર રહેતી હોય છે. લીલા આદુને તડકા કે છાંયડામાં રાખવાથી સુકાતું નથી. ટ્રે ડાયરથી લીલા આદુ ઉપર ૬૦૦ તાપમાનના ગરમ હવાના ફુવારા પસાર કરવામાં આવે છે અને તેનાથી લીલા આદુમાં રહેલ ભેજ ઉડી જાય છે. આ સુંઠ/સુકા આદુનું બજારમાં વેચાણ કરી શકાય છે.
લીલી હળદરની સુકવણી કરવામાં નીચેના મુદાઓની કાળજી લેવી પડતી હોય છે.
1. લીલી હળદરના ગાંઠીયાઓને ધોઈ નાખ્યા બાદ તેને વ્યવસ્થિત એક આકારના બને તે રીતે એકબીજાથી છુંટા કરવા.
2. આ લીલી હળદરને ઉકળતા પાણીમાં નાખી અને બાફવા (શકય હોય તો ઉકળતા પાણીમાં થોડું યુરીયા નાખવું.)
3. હળદર એકદમ પોચી થઈ જાય અથવા એને બાફવાથી ઉપર ફીણ નીકળે ત્યારે તેને પાણીમાંથી કાઢી લેવાં.
4. પછી આ હળદરને ખુલ્લા વાતાવરણમાં તડકામાં અથવા છાંયડામાં આશરે પ થી ૬ દિવસ સુકાવા દેવા.
a. સુકાઈ જાય પછી તેની ઉપરની છાલ કાઢી નાખવી કારણ કે આ ઉપરની છાલ વધારે પડતી ગરમ થવાથી કાળી થઈ જાય છે.
લીલી હળદર તેમજ લીલા આદુની સુકવણી કેમ કરવી ?
હળદર