હળદરના પર્ણના સૂકારાનું યોગ્ય નિયંત્રણ કઈ રીતે થઈ શકે ?
આ રોગની અંદર મુખ્યત્વે પર્ણો ઉપર ભુરા કલરના ડાઘાઓ દેખાય છે તથા જુના પાનની કિનારીઓ પણ સુકાઈ અને પાન કયારેક કયારેક ભુંગળી જેવો આકાર ધારણ કરે છે. આ રોગને અટકાવવા માટેના પગલાઓ લેવા જોઈએ. પ્રથમ હળદરના પાક ઉપર રોપણીના ૪૦ થી ૪પ દિવસ પછી મેન્કોઝેબ ૪પ ગ્રામ ૧પ લીટર પાણીમાં અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૪પ ગ્રામ ૧પ લીટર પાણીમાં ઓગાળી અને ૧૦ થી ૧પ દિવસના અંતરાળમાં જયારે વાતાવરણમાં ભેજ વધારે હોય તથા વાદળછાયું હોય ત્યારે છંટકાવ કરવો.
હળદર