મેથીના છોડ ઉગતા જ પીળા પડી સુકાઈ જાય છે તેનું શું કારણ છે ?
મેથીનો પાક ર૦ થી રપ દિવસનો થાય ત્યારે જમીનજન્ય રોગ જે મગફળીમાં સ્કેલેરોશીયા રોલોક નામની જમીનજન્ય ફુગથી થાય છે તે તેના સ્કેલેરોશીયા જમીનમાં હોય ત્યારે આ ફુગ મેથીના મુળમાં લાગે છે. ઉપરાંત જમીનજન્ય રોગ જેમ કે રાઈઝોકટોનીયા અને ફાયટોપ્થોરા નામની ફુગ જમીનનું ઉષ્ણતામાન વધે તો શીંગો બેસવાની અવસ્થાએ પણ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે જો મગફળી પાકમાં સફેદ ફુગ વધારે હોય તો મેથીનો પાક આ જમીનમાં લેવો જોઈએ નહીં. ઉપરાંત મેથીના વાવેતર સમયે ટ્રાઈકોડર્મા હરજીયાનમ ર.પ કિલો લેખે પ૦૦ કિલો દેશી ગળતીયા ખાતરમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું.
મેથી