મેથીના પાકનો વાવેતર માટેનો યોગ્‍ય સમય જણાવો ?

બીજ ઉત્પન્‍ન કરવા માટેની મેથીની વાવણી દિવસ દરમિયાન વધુમાં વધુ તાપમાન ૩૦૦ સેન્‍ટિગ્રેડથી ઓછુ હોય ત્‍યારે વાવણી કરવાથી તેનો ઉગાવો સારો થાય છે. આ માટે તેની વાવણી નવેમ્‍બર મહિનાના પ્રથમ પખવાડીયામાં કરવાથી તેનો ઉગાવો સારો થાય છે. ઉપરાંત તેના વૃઘ્‍ધિકાળ દરમ્‍યાન ઠંડુ અને સુકું હવામાન મળતું હોવાથી તેનું ઉત્પાદન પણ વધારે મળે છે. ભાજી માટેની મેથીની વાવણી આખા વર્ષ દરમિયાન કરી શકાય.

મેથી