ચેપી રોગોને ફાર્મ ની અંદર પ્રવેશતા અટકાવવા માટે બાયોસીક્યુરીટી રૂપે ક્યાં ક્યાં પગલાં અથવા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ?

જવાબ: ઘણા બધા ઘટકોનો એક સાથે સમન્વય કરી જો તેનો અસરકારક અમલ કરવામાં આવે તો ચોક્કસ પણે ચેપી રોગો ને આવતા અટકાવી શકાય છે. આપણે તેની ચર્ચા કરીએ તો
- મરઘાં ફાર્મ નું સ્થળ હમેંશા માનવ તથા અન્ય પ્રાણીઓની વસાહતથી દૂર જ હોવું જોઈએ.
- ફાર્મની ડીજાઈન વૈજ્ઞાનિક રીતે કરી તેમાં પૂરતો સૂર્ય પ્રકાશ તથા ચોખ્ખી હવા મળે તે રીતે પૂર્વ- પસ્ચિમ દીશામાં હોવી જોઈએ.
- ફાર્મની અંદર જરૂર વગરના વાહનો, મુલાકાતીઓ, કારીગરો તથા મજૂરોની અવર જવર પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
- એકી સાથે જુદી જુદી ઉમરના પક્ષીઓ રાખવા કરતાં એક જ ઉમરના પક્ષીઓ રાખવા જોઈએ.
- બે પક્ષીઓની બેચ વચ્ચે ઓછામાં ઓછું 20 થી 25 દિવસનો ગાળો રાખવો જોઈએ.
- પક્ષીઓને અપાતો ખોરાક તથા પાણી સ્વચ્છ જંતુ રહિત આપવા જોઈએ.
- પક્ષીઓના મળનો વ્યવસ્થિત રીતે નીકાલ કરવો જોઈએ.
- ફાર્મમાં કામ કરટી દરેક વ્યક્તિ એ પોતાની સ્વચ્છતા જાળવવી જોઈએ.
ફાર્મમાં ઉમેરતા નવા સાધનો, પાણી તથા દાણના સાધનોની સમયાંતરે સાફ સફાઈ થવી જોઈએ