મરઘાં પાલકે પોતાના ફાર્મ ની અંદર કેટલી “ બાયોસીક્યુરીટી” રાખવી એ કઈ રીતે નક્કી કરવું ?

જવાબ: આ ખુબજ અગત્યનો પ્રશ્ન છે અને ઘણા બધા ઘટકોને સમજીને નિર્ણય લેવાનો હોય છે . જેવા કે..
- ફાર્મ કઈ જગ્યા ઉપર આવેલું છે.
- એ એરિયામાં જો ફાર્મની સંખ્યા વધારે હોય તો વધારે કાળજી લેવી પડે છે.
- ફાર્મની અંદર જુદી જુદી ઉમરના કેટલા પક્ષીઓના ગ્રૂપ છે, જેટલા ગ્રૂપ વધારે તેટલી સાવચેતી વધારે રાખવી પડે.
- ફાર્મની અંદર પક્ષીઓની સંખ્યા પણ ખુબજ મહત્વ ધરાવે છે, જો સંખ્યા વધારે હોય તો બાયોસીક્યુરીટી પાછળ થયેલ ખર્ચ પરવળે છે.
- અગાઉ ફાર્મની અંદર કોઈ ચેપી રોગ આવેલ હોય તો બાયોસીક્યુરીટી નું લેવલ ખુબજ વધારે રાખવું પડે છે.
- અંતમાં સમય સાથે પોતાની સૂઝ બૂજ પણ એટલી જ જરૂરી છે.